અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠનની ટીમ દ્વારા ભારત-અમેરિકા સહિત વિશ્વના 7 દેશના 151 સ્થળેથી કુલ 25,000 થી વધારે યુનિટ રક્તદાન એકત્રિત કરવાના સંકલ્પ સાથે 'ઇન્ટરનેશનલ મેગા બ્લડ ડોનેશન કેમ્પેન' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઐતિહાસિક હાંસલ કરી છે.
મહત્વનું છે કે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં આપેલ અપ્રતિમ યોગદાન, ત્યાગ અને સમર્પણને ઉજાગર કરવા તેમની 151 મી જન્મજયંતીના પાવન અવસરે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યરત 80થી વધુ પાટીદાર સંસ્થા અને સમાજના પ્રમુખ અને મંત્રીઓની એક બૃહદ મિટિંગનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં અંગે વાત કરતા પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામ એ માત્ર મંદિર નથી સામાજિક શસક્તિકરણનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સાથે હોસ્પિટલ અને હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લીધો છે. વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં જ 700 કરોડના ખર્ચે 500થી વધુ બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે.વિશ્વઉમિયાધામ હોસ્પિટલ સર્વ સમાજ માટે ઉપયોગી બનશે. તો સાથે સાથે વિશ્વઉમિયાધામ પરિસરમાં 2000 દીકરા-દીકરીઓની હોસ્ટેલનું નિર્માણ થશે. હોસ્ટેલના નિર્માણ સાથે સ્કિલ યુનિવર્સિટીનું પણ નિર્માણ થશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
વિશેષ વાત કરતા સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્કૃતિના આદર્શોને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના માધ્યમથી વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા જગતજનની મા ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા ૫૦૪ ફૂટ મંદિરનું નિર્માણ ગતિપૂર્વક ચાલી રહેલ છે, જે ધર્મ, શિક્ષણ, આરોગ્ય, યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્રબિંદુ છે.

