ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે લાભપાંચમના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન કાળિયા ઠાકરનાં દર્શન માટે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભગવાનનાં દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનો લાગી હતી.
લાભપાંચમના પવિત્ર દિવસે ભગવાન શામળિયાને વિશેષ અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને સુવર્ણ અને હીરાજડિત મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. સુવર્ણ અલંકારો અને આકર્ષક વાઘામાં સજ્જ ભગવાન શામળિયાના દિવ્ય અને અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પવિત્ર અવસરે દૂરદૂરના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ રથ લઈને શામળાજી પહોંચ્યા હતા અને ભગવાન શામળિયાને ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ ભગવાનનાં ચરણોમાં શીશ ઝુકાવી પોતાના પરિવારની સુખાકારી, સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.લાભપાંચમના પર્વ નિમિત્તે મંદિર ખાતે દિવસ દરમિયાન અલગ-અલગ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

