અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે મુસાફરો અને દર્શનાર્થીઓની પરિવહન સુવિધામાં વધારો કરવાના હેતુથી પાંચ નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શામળાજી એસ.ટી. ડેપો ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના મંત્રી પી.સી. બરંડાના હસ્તે લીલી ઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
યાત્રાધામ શામળાજી ખાતે દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા શામળાજી ડેપોને પાંચ નવી બસો ફાળવવામાં આવતા સ્થાનિક મુસાફરો તેમજ યાત્રિકો ને મોટી રાહત મળશે. નવી બસો શરૂ થતાં શામળાજીથી મુંદ્રા, અમદાવાદ સહિતના વિવિધ મહત્વના રૂટ પર અવરજવર વધુ સરળ અને સુવિધાજનક બનશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી,સદસ્ય ગિરીશભાઇ પટેલ, ભિલોડા ડેપો એ.ટી.આઈ, શામળાજી ટ્રાફિક કંટ્રોલર સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાંચ નવી બસોની ફાળવણીથી વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી હતી અને લોકોએ સરકાર તથા એસ.ટી. તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

