રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેવા સંકલ્પ સાથે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે રાજ્યના સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ બની ગયું છે.
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લૉ એન્ડ ઓર્ડર ડીજીપી શ્રી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી કાર્યરત આ કાર્યાલય પ્રત્યે લોકોનો વિશ્વાસ એટલી હદે વધ્યો છે કે માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાંથી ૩૧૦ જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની રજૂઆતો નોંધાવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કોઈ નાગરિક કચ્છ કે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી લાંબી મુસાફરી કરીને આવતું હોય કે પછી દક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસી ગામોમાંથી, ગાંધીનગર પોલીસ ભવન પહોંચતા જ દરેક અરજદારને પૂરા સન્માન, ધીરજ અને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે છે. કોઈ પણ નાગરિક સાથે અન્યાય ન થાય તે માટે પૂર્ણ તકેદારી રાખીને સમર્પિત ટીમ દ્વારા તેમની અરજીઓ સ્વીકારવામાં આવે છે. આ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી પલક પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. બારડ તથા એમ.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ શ્રી મણીલાલ વણગઈ અને પોલીસ કોન્સ્ટેબલ શ્રી કિશનભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. આ ટીમ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અરજી નોંધણી કરીને સંબંધિત શહેર કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તુરંત ટેલિફોનિક સંકલન સાધી જરૂરી સૂચનાઓ આપે છે.
જનસંપર્ક કાર્યાલયમાં આવેલી અરજીઓને માત્ર ફોરવર્ડ કરવાને બદલે તથ્યો અને પુરાવાઓના આધારે ગુણદોષ ચકાસી કાયદેસર પગલાં સુનિશ્ચિત કરવામાં આવે છે. જે અંતર્ગત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી બાબતોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો મારફતે તુરંત ૨૮ FIR દાખલ કરાવાયા છે. એટલું જ નહીં, અરજી મોકલ્યા બાદ પ્રક્રિયા ક્યાં પહોંચી તે સુનિશ્ચિત કરવા આશરે ૬૭ જેટલી અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી ‘Progress Report’ મંગાવી સતત એન્ડ-ટુ-એન્ડ ફોલોઅપ લેવાયું છે. બીજી તરફ પારદર્શિતા અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા જળવાય તે માટે તપાસ દરમિયાન બદઈરાદાપૂર્વક કે ખોટી રજૂઆત કરનારા ૮ અરજદારો સામે નિયમોનુસાર કાયદેસર પગલાં પણ લેવામાં આવ્યા છે.
કાર્યાલયની મુલાકાતે આવતા દરેક નાગરિક પાસેથી પારદર્શક રીતે ‘Feedback Form’ ભરાવવામાં આવે છે. પોલીસ સ્ટાફનું નમ્ર વર્તન, સાંભળવાની પદ્ધતિ, ત્વરિત કાર્યવાહી અને યોગ્ય માર્ગદર્શનના આધારે મુલાકાત લેનાર નાગરિકો તરફથી કાર્યાલયની કામગીરીને એકમતે “Excellent” રેટિંગ આપવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ પ્રજા સાથે સુમેળ સાધીને સંપૂર્ણ સંવેદનશીલતા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક ન્યાય અપાવવા કટિબદ્ધ છે અને DGP Officeનું જનસંપર્ક કાર્યાલય આ દિશામાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

